હાલમાં ચાલી રહ્યા વરસાદી વાતાવરણ વચ્ચે 3.1 અને 2.7નાં કંપનથી ધરા ધ્રૂજી ઉઠી
copy image
હાલમાં ચાલી રહ્યા વરસાદી માહોલ વચ્ચે કચ્છમાં ભૂસ્તરીય સખળ-ડખળનો દોર યથાવત્ રહ્યો છે. એક જ દિવસમાં જિલ્લામાં બે હળવાં કંપન સિસ્મોગ્રાફી મશીન પર અંકિત થયેલ હતા. ગત દિવસે સાંજે 7.29 કલાકે ભચાઉથી 13 કિલોમીટર દૂર રિખ્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતાનું કંપન અનુભવાયું હતું, તો એ અગાઉ શનિવારે મોડી રાત્રે 1.19 કલાકે રાપરના ગેડી નજીક 2.7ની તીવ્રતાનો કંપનનો અનુભવ થયો હતો.