માંડવી દરિયામાં જોવા મળતી જેલી ફિશથી સાવધાન  

copy image

માંડવીના દરિયાકિનારે બ્લૂ બોટલ જેલી ફિશ નામની આકર્ષિત માછલી ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. વરસાદી સમયમાં વધુ પ્રમાણમા જોવા મળતી આ જેલી ફિશ પોર્ટુગીઝ મેન ઓફ વોર તરીકે પણ જાણીતી છે. જેને આપણે “વાળો” પણ કહીએ છીએ.
હાલમાં ચાલી રહેલા અધિક માસ દરમ્યાન માંડવીના દરિયામાં ન્હાવા જતાં લોકો, બીચ પર આવતા પર્યટકો તેમજ દરરોજ વોકિંગ માટે આવતા માંડવીવાસીઓ આ જેલી ફિશના ઝેરી ડંખનો શિકાર પણ થઈ શકે છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર વરસાદી વાતાવરણમાં દરિયાકિનારે પ્રજનન માટે આવતી આ જેલીફિશના ડંખના સંપર્કમાં આવનારાનો શરીરનો તેટલો ભાગ લાલાશ પડતો બની જાય છે તેમજ દુ:ખાવા સાથે ઘણી વખત તે અંગ ખોટો થઈ જવાની પણ સંભાવના રહેલી છે. આવું બને તો તે જ સમયે ડંખવાળી જગ્યાએ વિનેગર અથવા તો ગરમ પાણી નાખવું જોઈએ. જો દુખાવો વધી જાય તો દુખાવા સમયે ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.