વિશાખાપટ્ટનમ ખાતે વેજબોર્ડની બેઠકમાં 52 મુદ્દા પર ચર્ચા

 

વિશાખાપટ્ટનમ ખાતે વેજબોર્ડની ચોથી બેઠક યોજવામાં આવી હતી, જેમાં કંડલા પોર્ટ ટ્રસ્ટ કર્મચારી સંઘ ઈન્ટુકે વિવિધ બાબતે રજૂઆત કરવામાં આવેલ હતી. મુંબઈ પોર્ટના અધ્યક્ષ રાજીવ જલોટાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ઈન્ટુક પોર્ટ ફેડરેશનના 6 નેતાએ ભાગ લીધો હતો. ઈન્ટુકના મહામંત્રી મોહનભાઈ આસવાણી દ્વારા જાણવા મળેલ હતું કે, મહત્વના મુદાઓમાં સમાધાન પાંચ વર્ષનુ હોવુ જોઈએ. પગાર ફિક્ષેશન 20 ટકા આપવું જોઈએ, પાસિંગ રેટ આપવાના વિચાર સામે ઓવરટાઈમ ડબલ રેટ ચાલુ રાખવો જોઈએ. પગાર સ્કેલ 2012, 2017 વેજબોર્ડ ચાલુ રાખવા સહિત તમામ અલાઉન્સ પણ ચાલુ રાખવાં જોઈએ તેમજ ત્રણ  વર્ષનું બોનસનું ફાઈનલ ચૂકવણુ દિવાળી 2023 પહેલા આપવા તેમણે માંગણી કરેલ હતી. સતત આઠ કલાક સુધીની ચર્ચા બાદ આવનારી બેઠક દિલ્હી આઈ.પી.એ.માં તા. 31/8થી તા. 1/9સુધી યોજવામાં આવશે. બેઠકના અધ્યક્ષ શ્રી જલોટા સમક્ષ 52 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જૈ પૈકી 15 જેટલી માંગણીનો પોર્ટના અધ્યક્ષોએ નિર્ણય લેવો જોઈએ. બાકીની માંગણી બાબતે આગામી યોજવામાં આવતી  બેઠકમાં ચર્ચા અને નિર્ણય લેવાશે તેવું જાણવા મળ્યું હતું.