અંજાર શિશુમંદિર પાસે રોડ પર વરસાદી પાણીના કારણે  થયેલ ખાડાઓના કારણે  રિક્ષા પલટતાં થયું અકસ્માત :  પ્રૌઢ ઘાયલ થયા – માથામાં ગંભીર ઇજાઓ

copy image

અંજાર શહેરમાં 15 જુને આવેલ બિપોર્ઝોય  વાવાઝોડાથી અત્યાર સુધી કુલ 42 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ક્ષમતાથી વધુ વરસેલા વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવ થઈ ગયેલ છે જેના પરીણામે રોડ પર ખાડાઓ થઇ ગયેલ છે જે અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે. અંજાર શિશુ મંદિર સામેના રોડ પર ભરાયેલા પાણી નીચેના ખાડાને કારણે રિક્ષા પલટી જતાં તેમાં સવાર પાગલ પ્રેમી તરીકે ઓળખાતા સેવાભાવી પ્રૌઢને માથાના ભાગે ગંભીર ઇજાઓ  પહોચેલ છે.

                        અંજારમાં રહેતા તેમજ  નિરાધાર અને લાચાર ભટકી ગયેલા પાગલોને સ્વચ્છ કરી તેમની સેવા કરી પાગલ પ્રેમી તરીકેની ઓળખ ઉભી કરનાર 56 વર્ષીય દયારામ મારાજ દ્વારા જાણવા મળેલ હતું કે, આજે તેઓ ભુજ ખાતે એક કાર્યક્રમમાં ગયેલ હતા. વાહન સમારકામમાં હોવાના કારણે તેઓ બસ મારફતે ભુજ ગયા હતા અને ત્યાંથી પરત આવી ઘરે જવા રિક્ષામાં બેઠા હતા પરંતુ શિશુ મંદિર સામે ભરાયેલા વરસાદી પાણીના કારણે થઈ ગયેલ ખાડાઓના કારણે રિક્ષા પલટી ગયેલ હતી જેમાં રિક્ષામાં સવાર દયારામભાઇને માથાના ભાગે ઇજાઓ પહોચેલ હતી. ઇજાગ્રસ્ત દયારામભાઇ દ્વારા જાણવા મળેલ હતું કે, મને ભલે ઇજા પહો઼ચી છે પણ હું જવાબદાર તંત્રના જવાબદારોને એટલું ચોક્કસ કહીશ કે રોડ પર ઠેર ઠેર પડી ગયેલા ખાડાઓને કમસેકમ પુરાવો તો ખરા જેથી કોઇ અકસ્માતનો ભોગ ન બને, તેમણે વાહન ચાલકોને પણ વિનંતી કરેલ હતી કે વરસાદી પાણીમાં વાહન ચલાવતા સાવધાની રાખવી જોઈએ.