ખેડોઇ બ્રિજ પાસે અજાણ્યા વાહને એક્ટિવા અડફેટે લેતા સર્જાયું અકસ્માત : એક્ટિવા ચાલકનું મોત
copy image
ખેડોઇ નજીક આવેલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયું હતું, જેમાં એક્ટિવા ચાલકનું મોત નીપજયું હતું. જેની ફરિયાદ પોલીસ મથકે નોંધવાઈ હતી.
નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા.20/7 ના રોજ સવારે 8 વાગ્યે તેમના પિતા દિલીપભાઇ મોહનલાલ પરમાર વવાર નજીક આવેલી કાર્બન એડ્જ ઇન્ડ્રસ્ટ્રિયલ લિ. કંપનીનું ફેબ્રિકેશનનું કામ રાખ્યું હોઇ એક્ટિવા લઇને નીકળેલ હતા. તેઓ સાંજના સમયે કામ પૂર્ણ કરી અંજાર પરત ફરી રહ્યા હતા તે સમય દરમીયાન ખેડોઇ બ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે તેમની એક્ટિવા અડફેટે લેતાં તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. જીવલેણ અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા ચાલક સામે ફરિયાદ આજે અંજાર પોલીસ મથકે નોંધાવી હતી. પોલીસ આરોપી સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.