પશ્ચિમ કચ્છ હાઇવે પર પુરઝડપે વાહન ચલાવતા 107 ચાલકો ઇન્ટરસેપ્ટરની સ્પીડગનથી દંડિત કરવામાં આવ્યા
copy image
કચ્છ જિલ્લામાં હાઇવે રોડ પર બહોળી સંખ્યામાં ચાલકો પુરઝડપે વાહન ચલાવતા હોય છે જેના પરીણામે ગંભીર અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે ગતિમર્યાદા પર નિયંત્રણ લાવવા માટે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસની ખાસ ઇન્ટરસેપ્ટર વાહન દ્વારા ચેકિંગ કરવામાં આવે છે જેમાં ઓવરસ્પીડમાં ગાડીઓ ચલાવતા 107 જેટલા ચાલકોને ચાલુ મહિને અત્યાર સુધીમાં દંડ ફટકારવામાં આવેલ છે. નિયમો પર નજર કરીએ તો નેશનલ હાઇવે પર ફોર વ્હિલર મહત્તમ 100 કિલોમીટર અને દ્વિચક્રીમાં 100થી વધુ સીસીનું બાઇક હોય તો 80 અને 100 CC થી ઓછા હોય તો સ્પીડલિમિટ 70 કિલોમીટર છે તેમજ સ્ટેટ હાઇવે પર મર્યાદા 60 કિલોમીટર ઝડપની છે. સ્ટેટ હાઇવે પર કાર મહત્તમ 80 કિમીની ઝડપે જ્યારે તંત્ર દ્વારા સૂચિત અકસ્માત ઝોનમાં 50 કિલોમીટરથી વધુ ઝડપે વાહન ચલાવવુ નિયમભંગ ગણવામાં આવે છે.