તંત્ર ગાઢ નીન્દ્રામાં : ભુજમાં મંગલમ્ ચાર રસ્તે ગટરની લાઇન પાસે ફરી એકવાર રોડ બેસી જતાં ભૂવો પડ્યો તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
copy image
ભુજ ખાતે આવેલ મંગલમ્ ચાર રસ્તા પર ગટરના કામે ખોદકામ થયા બાદ અવારનવાર રોડ બેસી જવાની ઘટના સામે આવી રહી છે. હાલમાં પણ ગટરની ચેમ્બર નજીક રોડ જમીનની અંદર ઉતરી રહ્યો છે તેમજ ભુવો પણ પડવા લાગ્યો છે. તંત્ર હમેંશાની જેમ ઘટના પહેલા નિદ્રાધીન સ્થિતિમાં હોય તે રીતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. નગરપાલિકાની પાણી અને ગટર શાખા દ્વારા અવારનવાર ખોદકામ થતા હોય છે. અધૂરામાં પૂરું મોબાઈલ કેબલ ઉપરાંત હવે ગેસ લાઈન પાથરવા પણ ખોદકામ થઈ રહ્યા છે. પરંતુ, ગટર અને પાણી શાખા દ્વારા થતા ખોદકામમાં ઠેકેદાર પોતાની જવાબદારી નિભાવતા નથી અને નગરપાલિકા પણ જવાબદારીથી પરે થઈ રહી છે, રોડ પર ખોદકામ કર્યા બાદ ખાડામાં માટી નાખી દેવાય છે. પાણી છાંટી માટીને દબાવવામાં આવતી નથી, જેથી પોલી રહી જાય છે. જેના ઉપર ડામર કે સિમેન્ટ રોડ બનાવી દેવાય છે, પરીણામે થોડા સમયમાં રોડ જમીન બેસવા લાગે છે. તંત્રએ આ બાબતે સજાગ બની વહેલી તકે કામગીરી શરૂ કરવી જોઈએ.