ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર સીમમાં 50 લાખના શરાબ પ્રકરણમાં 8 દિવસ બાદ પણ આરોપી પોલીસના હાથમાં આવેલ નથી
ગાંધીધામ ખાતે આવેલ મીઠીરોહર સીમમાં એક ગોદામમાંથી પોલીસની રાજ્યસ્તરની ટીમે 50 લાખનો શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો. આ બાબતે આઠેક દિવસ થયા છતાં કોઈ જવાબદારી નીભવવામાં આવેલ નથી મીઠીરોહરની સીમમાં આવેલા મારુતિ વેરહાઉસ કંપનીના પાંચમાં નંબરનાં ગોદામમાંથી એસ.એમ.સી.ની ટીમે એક બંધ બોડીના ટ્રકમાંથી 50 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ બાબતે સહદેવસિંહ ઉમેદસિંહ જાડેજા, ચંદન ગોપાલ ગુપ્તા, અમિત મુકેશ ચૌહાણ અને તૈયબ ઉર્ફે તૈયબો ઉસ્માન રાયમા નામના શખ્સો સામે ગુનો નોંધાયો હતો. આ બનાવની તપાસ એલ.સી.બી.ને સોંપવામાં આવેલ હતી. આઠે દિવસ વીતી ગયા હોવા છતાં પણ એકેય આરોપી પોલીસના હાથમાં આવેલ નથી. આ પ્રકરણ બાબતે વિશેષ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.