ગાંધીધામ ખાતે આવેલ કિડાણાની કન્યા શાળામાં છાત્રો માટે જીએસટી વિભાગ દ્વારા  બે શૌચાલય બનાવી આપવામાં આવ્યા

copy image

ગાંધીધામ ખાતે આવેલ કિડાણા ગામે આવેલ કન્યા પ્રાથમિક શાળા કે જ્યાં 400થી વધુ બાળકીઓ તેમજ 8 મહિલા સ્ટાફ કાર્યરત છે, ત્યાં સેન્ટ્રલ જીએસટી વિભાગ દ્વારા 3.09 લાખના ખર્ચે બે શૌચાલય અને 5 યુરીનરનું નવનીર્માણ કરવામાં આવ્યું હતું. સીજીએસટી કચ્છ આયુક્તના કમિશનર પી. આનંદકુમાર દ્વારા જાણવા મળ્યું કે ‘સ્વચ્છ ભારત અભીયાન’ હેઠળ કરાયેલા આ કાર્ય પાછળ દરેકને મદદ અને સુખની આંકાક્ષા રહેલી છે. આ સાથે તેમણે હાલમાં જર્જરીત હાલતમાં રહેલા બે શૌચાલય અને ત્રણ યુરીનલને બે મહિનામાં રીપેર કરી આપવા બોલી કરી હતી. કાર્યક્રમમાં એ. કમિશનર, જો. કમિશનર શાળાના આચાર્ય દિલીપ પટેલ, પંકજ પટેલ, સરપંચ સિદ્ધરાજસિંહ જાડેજા સહિતના લોકોએ હાજરી આપી હતી.