અબડાસા ખાતે આવેલ માનપુરામાં શાળા જર્જરીત હાલતમાં : વિધ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં ભણવા મજબૂર

copy image

અબડાસા ખાતે આવેલ કોઠારા પાસેના માનપુરા વિસ્તારમાં આવેલી શાળાના તમામ પાંચ રૂમ જર્જરીત થઈ ગયેલ છે જેના પરીણામે નાછૂટકે છાત્રોને ક્લાસરૂમ બહાર ભણવાની ફરજ પડી છે. માનપુરા વિસ્તાર નીચાણ વાળો હોવાના લીધે વર્ષારૂતુ દરમિયાન શાળામાં અઢીથી ત્રણ ફૂટ પાણીનો ભરાવ થાય  છે. ક્લાસરૂમમાં પણ વિદ્યાર્થીઓ માટે બેસવા બેન્ચિસ, ફર્નિચર પણ ખરાબ હાલતમાં છે. શાળાના રૂમો જર્જરીત થઈ જતા છત પરથી પોપડા પડી રહ્યા છે, જે ગમે તે સમયે નીચે પડી જાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે સતત અકસ્માતનો ભય ડરાવી રહ્યો છે. ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓne  જતા પણ બીક લાગી રહી છે. અકસ્માતના ડરે શિક્ષકો વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર આવેલા કમ્પાઉન્ડમાં ભણાવવા મજબૂર બન્યા છે. શાળામાં ધોરણ 1થી 5 માં ત્રણ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે તેમજ ધોરણ 6થી 8 ના છાત્રો માત્ર એક જ શિક્ષકના ભરોશે છે. જર્જરીત હાલતમાં શાળાની સાથોસાથ શાળામાં શિક્ષકોની પણ ઘટ છે, જેના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય પર માઠી અસર પડી રહી છે. શાળામાં 5 શિક્ષકોની ઘટના કારણે બે-બે વર્ગના વિધાર્થીઓને સાથે ભણાવવાની ફરજ પડી છે.