માંડવીમાં ખુલામાં દારૂડિયાઓના ત્રાસથી લોકો પરેશાન  

copy image

માંડવીમાં દેશી દારૂનો ધંધો ફુલ્યો ફાલ્યો હોવાથી સામાન્ય લોકો ત્રસ્ત થઇ રહ્યા છે. રસ્તા પર દારૂના નશામાં ભાન ભુલેલા સાંગુડીઓ નજરે પડી રહ્યા છે. શહેરના અલગ અલગ પોઇન્ટ પર દારૂ મળી રહેતો હોવાથી લોકો સરળતાથી દારૂની લતે ચડી રહ્યા છે. શ્રમજીવી વર્ગ પોતાની કમાણીનો મોટો  ભાગ દારૂમાં વેડફી નાખે છે. કેટલાયના ઘરે ચૂલા સળગવાની બદલીમાં પરિવારના લોકોના મન બળી રહ્યા છે. જેથી પોલીસને દારૂ બંધીનો કડક અમલ કરવો આવશ્યક બાબત છે. માંડવીના દાદાવાડી, બાબાવડી, ખારવા પંચાડો, બીચપાસે, મચ્છીપીઠ, સ્વામિનારાયણ રોડ સહિતના વિસ્તાોમાં બે રોકટોક દારૂ મળી રહેતો હોવાથી શ્રમજીવી પરિવારના લોકોને  પીવાની આદત પડી રહી છે. આવા લોકો ગમે ત્યાં નશામાં ભાન ભુલી રસ્તા પર પડી રહેતા હોવાથી સભ્ય લોકો પરેશાનીમાં મુકાય છે અને હવે પોલીસ દારૂ પર કડક હાથે કામગીરી કરે તેવી લોક માંગ ઉઠી રહી  છે.