નલિયા ખાતે યોજાયેલ નેત્રનિદાન કેમ્પનો 80 લોકોએ લાભ લીધો

કે.સી.આર.સી. ભુજ, ગાયત્રી પરિવાર નલિયા, લોહાણા મહાજન દ્વારા સંયુક્ત આયોજિત કેમ્પમાં 80 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. લોહાણા મહાજનના પ્રમુખ સ્વ. સતીશભાઇ ઠક્કરના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પાયા બાદ દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. મોતિયા અને વેલના 8 જણનાં ઓપરેશનો કે.સી.આર.સી. આઇ હોસ્પિટલ ભુજમાં તદ્દન ફ્રીમાં કરી આપવામાં આવશે. પડદા, કીકી/ફુલ્લા, છારી, ઝામર અને ત્રાંસી આંખવાળા 7 જણનાં મોંઘા ઓપરેશનો યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આઇયા સા. ચેરિ. ટ્રસ્ટ નલિયા દ્વારા કરી આપવામાં આવશે. જરૂરતમંદોને ચશ્મા સ્વ. સતીશ ઠક્કરની સ્મૃતિમાં ગાયત્રી પરિવાર દ્વારા આપવામાં આવ્યા હતા. હરેશ આઇયા, પચાણ ગઢવી, નારાયણજી ઠક્કર અને અબ્દુલભાઇ મેમણ પણ આ કાર્યમાં સહભાગી બન્યા હતા. કેમ્પમાં આર્થિક સહયોગ આસુભા આશર પરિવાર નલિયા વિમળાબેન આશર દ્વ્રારા મળ્યો હતો. નારાયણજી ઠક્કર, મૂલજી સેજપાલ, દિનેશ ચાંદ્રા, રમેશ ભાનુશાલી, ગાયત્રી મંદિરના અનુરાગ શર્મા, રોનક છેડા, રાજેશ જોગી સહિતે જહેમત ઉઠાવી હતી. કે.સી.આર.સી. આઇ હોસ્પિટલના મેનેજર અરવિંદ ગોહિલનાં માર્ગદર્શન અંતર્ગત ઇશ્વરભાઇ ડામોર અને સંસ્થાની ટીમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન સંભાળવામાં આવેલ હતું.