મુંદરા ખાતે આવેલ જૈન નગરમાં બે બંધ મકાનમાથી 1.30 લાખની તસ્કરી થતાં ચકચાર

copy image
ગત દિવસે રાત્રે મુંદરાના જૈન નગરમાં બે બંધ મકાનમાથી રોકડ અને દાગીના સહિત કુલે રૂા. 1,30,062ના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવાઇ છે. મૂળ સખપુર તા. ગોંડલના રહેવાસી હાલમાં મુંદરાના જૈનનગર-3માં રહેતા દિનેશભાઇ વૈષ્ણવ દ્વારા મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તા. 22/7ના પરિવાર સાથે તેઓ તેઓ વડોદરા પ્રસંગમાં ગયેલ હતા અને તા. 24/7ના સવારે તેમને પડોશીનો ફોન આવ્યો હતો કે, તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે અને મુખ્ય દરવાજાનો લોક તૂટેલ હાલતમાં છે તથા બાજુના મકાનના દરવાજાનું પણ તાળું તૂટેલું છે. આ ફોન બાદ ગત દિવસે સાંજે પરત આવતાં રાત્રિ દરમ્યાન ફરિયાદીના ઘરના કબાટોમાંથી સોનાની વીંટી, બુટી, સળી, કડલી તથા ચાંદીના સાંકળા, લક્કી તથા સિક્કા એમ સોનાં-ચાંદીના દાગીના કુલે રૂા. 1,07,610 તથા રોકડા રૂા. 5000 એમ કુલે રૂા. 1,12,610ની ચોરી તેમના બંધ મકાનનાં તાળાં તોડીને કોઇ અજાણ્યા ચોર કરી ગયેલ હતા. ઉપરાંત બાજુમાં એક મકાન છોડીને બાજુમાં રહેતા મનીષભાઇ વાઘેલાનુંય બંધ મકાનનું તાળું તોડી ચાંદીની લક્કી, સાંકળા તથા રોકડા રૂા. 3000 એમ કુલે રૂા. 17,452નો મુદ્દામાલ તેમના ઘરમાંથી ચોરી થવાની ઘટના સામે આવી છે. આમ, બંને બંધ મકાનમાંથી કુલ મળી રૂા. 1,30,062ની મતાની તસ્કરી થવાની ફરિયાદ મુંદરા પોલીસ પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.