રાધનપુર મામલતદાર કચેરી પાટણ ખાતે સોલવંશી દાખલો કાઢી આપવા 12 હજારની લાંચ મગાતાં તલાટી અને વકીલને પકડી પાડવામાં આવ્યા

copy image

રાધનપુર મામલતદાર કચેરી પાટણ ખાતે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ સફળ છટકામાં તલાટી તેમજ વકીલને ઝડપી પાડયા હતા. ફરિયાદીના મામાની ગાડી છોડાવવા સોલવંશી દાખલાની જરૂરત હોવાના કારણે ભીલોટ સેજો અને જાવંત્રીના ચાર્જના તલાટી અંકિત ચેલાભાઇ પ્રજાપતિ દ્વારા  12 હજારની લાંચ માંગવામાં આવેલ હતી અને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતાં છટકું ગોઠવવામાં આવેલ હતું અને લાંચ લેવા આરોપી અંકિતના મદદગાર વકીલ એવા દેવશીભાઇ ઉર્ફે જીતુભાઇ મોહનભાઇ ઠાકોરે નાણાં સ્વીકારી લેતાં ઝડપાયા હતા. એ.સી.બી. બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ પાટણ એ.સી.બી.ના પી.આઇ. જે. પી. સોલંકી અને તેની ટીમે ટ્રેપને સફળ બનાવી હતી અને બંને આરોપીને ઝડપી પાડ આગળની કાર્યવાહી હાથ ધરી છે.