માંડવીના દુર્ગાપુરમાંથી છ જુગાર પ્રેમીઓને ઝડપી પાડતી માંડવી પોલીસ

copy image
ગત દિવસે બપોરના અરસામાં માંડવી તાલુકાના દુર્ગાપુરમાં ઇન્દીરાવાસની શેરીમાં ગોળ કુંડાળું કરી તીનપત્તીનો જુગાર રમતા આદમ અદ્રેમાન શેખજાદા, નાનજી જુમા મહેશ્વરી, ભીમજી મેઘજી રોશિયા, ધીરજ રતનશી શિરોખા, જીગ્નેશ શંકર પાતાળિયા અને મગા લખમણભાઇ સમીયાને રોકડા રૂા. 3720ના મુદ્દામાલ સાથે માંડવી પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.