ભુજના જેષ્ઠાનગરમાં ગેસના બાટલાની ચોરી કરતા શખ્સની રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો

copy image
ભુજ શહેરના જેષ્ઠાનગરના વાઘેશ્વરી ચોકમાં વહેલી સવારના અરસામાં ગેસના બાટલાની ચોરી કરવાનો પ્રયાસ કરતો શખ્સ રંગેહાથ પકડાઈ ગયો હતો. આ બાબતે અનીતાબેન ભીમસિંગ ઠાકોરે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત દિવસે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં અવાજ આવતાં તે જાગી ગયેલ હતા અને ઘરની બહાર આરોપી ગેસનો બાટલો લઇને જતો હતો આથી ફરિયાદીએ રાડારાડ કરતાં બાટલો આંગણામાં મૂકી દીવાલ કૂદી નાસી છૂટેલ હતો. બી-ડિવિઝને ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, આ આરોપી સામે અગાઉ પણ ચોરીના ગુના નોંધાયેલા છે.