ગાંધીધામ કાસેઝમાં આવેલ કંપનીમાં લાગેલી આગ અંગે દિવસ બાદ પોલીસ મથકે નોંધ કરાઈ

copy image
ગાંધીધામ શહેરના કાસેઝમાં આવેલી કંપનીના એક યુનિટમાં લાગેલી આગની ઘટના અંગે દશ દિવસ પશ્ચાત પોલીસ મથકે નોંધ કરવામાં આવેલ હતી. ગાંધીધામના કાસેઝમાં આવેલી દિનેશ પાઉચેઝ નામની કંપનીના યુનિટમાં ગત તા. 14-7ના આગનો બનાવ બન્યો હતો. આ કંપનીના નવા ઝોન તથા જૂના ઝોનમાં યુનિટ છે. જે પૈકી જૂના ઝોનમાં આવેલા યુનિટ નંબર બેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ આગ ઉપર ત્રણેક દિવસ સુધી પાણીનો મારો ચલાવી કાબૂમાં લેવામાં આવી હતી. બનાવમાં ગોદામની દીવાલોમાં ઘણું બધુ નુકસાન થયું હતું. આ યુનિટમાં વેસ્ટ સ્ટોરેજ કરેલો માલ બળી ગયેલ હતો. બનાવ અંગે દસ દિવસ બાદ ડો. રમેશ હનુમાન રામ પટેલ દ્વારા પોલીસ મથકે નોંધ કરવવામાં હતી. ખરેખર આ યુનિટમાં વેસ્ટ સ્ટારેજ હતો કે કેમ ? તથા આગ ખરેખર કેવી રીતે લાગી હતી તે અંગે પોલીસે નીતિમત્તા અને કડક તપાસ કરવી જોઇએ તેવું જાણકારોનું કહેવું છે.