ભુજ ખાતે આવેલ જી.કે.ના ગ્રાઉન્ડ ફ્લોરમાં ડાયાલિસિસ સેવા શરૂ થતાં દર્દીઓને રાહત અનુભવાઈ

copy image

ભુજ ખાતે આવેલ જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં ડાયાલિસિસના દર્દીઓને વધુ સગવડ પ્રાપ્ત થાય તે બાબતે ડાયાલિસિસ સેન્ટર ઉપરના માળેથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અને ઈમરજન્સી વોર્ડની નજીક શરૂ કરાતા દર્દીઓમાં રાહતની લાગણી જોવા મળી છે. હોસ્પિટલના કિડની રોગ નિષ્ણાત ડોક્ટર હર્ષલ વોરા દ્વારા  જાણવા મળ્યું હતું કે, આ સગવડ ઉપરાંત ડાયાલિસિસ બેડની સંખ્યા 12થી વધારીને 15 પથારીની કરાતા પ્રતિમાસે 600 જેટલા દર્દીઓ આ સેવાનો લાભ લઇ રહ્યા છે. જી.કે.માં નિયમિત ડાયાલિસિસ ઉપરાંત ઝેરી કમળાના દર્દીઓ માટેની ડાયાલિસિસ સેવા પણ ઉપલબ્ધ હોવાથી જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ મા કાર્ડ ધારક લાભાર્થીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થઈ રહી છે. ઉપરાંત આ સુવિધા ઇમરજન્સી વોર્ડની બાજુમાં જ કાર્યાન્વિત કરવામાં આવતા કોઈપણ મેડિકલ ક્રિટિકલ પરિસ્થિતિને પહોંચી વળવામાં વધુ સરળતા રહે છે તેમ નિષ્ણાત તબીબો દ્વારા  જાણવા મળ્યું હતું.