સુરતમાં આવેલ હજીરા સુંવાલી બીચના દરિયા કિનારે બિનવારસી 4 કરોડના ચરસનો મોટો જથ્થો મળી આવતા પોલીસ બની સતર્ક : 40થી વધુ પોલીસકર્મી દ્વારા સર્ચ ઓપરેશન, બીચના 4 કિમી વિસ્તારના ઝાડી-ઝાંખરામાં જઈ તપાસ કરવામાં આવી

copy image
સુરતમાં આવેલ હજીરા સુંવાલી બીચના દરિયા કિનારે બિનવારસી ચરસનો મોટો જથ્થો મળી આવતા પોલીસ તે વિસ્તારમાં સતર્ક થઈ ચૂકેલ છે. પોલીસને બે દિવસ અગાઉ સુવલીના ઝાડી ઝાંખરા વાળી જગ્યામાંથી 9 કિલો અફઘાની ચરસનો જથ્થો મળી આવેલ હતો. સુરત પોલીસે 4 કરોડથી વધુનો ચરસનો આ જથ્થો કબ્જે કરીને આ અંગે એટીએસને જાણ કરી તપાસનો દોર શરુ કર્યો છે. ત્યારે સુરતમાં એસઓજી પોલીસની ટીમે સુંવાલી બીચ પર મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસની 40થી વધુ પોલીસકર્મીની ટીમ દ્વારા બીચના ઝાડી ઝાંખરામાં જઈ ફરી એક વખત કડક તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરતના હજીરા સુંવાલી બીચના દરિયા કિનારે ઝાડી ઝાંખરા વાળી જગ્યામાંથી 9.590 કિલો અફઘાની ચરસનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જેને લઈને સુરત એસઓજી પોલીસની ટીમે સુંવાલી બીચ પર તપાસનો દોર શરુ કર્યો છે. પોલીસે અલગ અલગ ટીમ દ્વારા સુંવાલી બીચ ખાતે આવેલી તમામ ઝાંડા-ઝાંખરી વાળી જગ્યામાં કડક તપાસ હાથ ધરી હતી. 40થી વધુ કર્મચારીઓ બીચ પર પહોચેલ હતા. અંદાજીત 4 કિલોમીટર સુધી બીચના હાર એક સ્થળે તેમજ ત્યાં આવેલી ઝાંડી-ઝાંખરામાં પણ કડક તપાસ હાથ ધરી હતી.