રાજકોટ ખાતે રહેતી 2 કિશોરી ઘર છોડી ગાંધીધામ આવેલી જેને 181 ટિમ દ્વારા સલામત આશ્રય અપાયો

copy image

ગુજરાત બહારના  અને હાલમાં  રાજકોટ ખાતે રહેતી બે સગીર દિકરીઓના પ્રેમ સંબંધની જાણ માતા પિતાને થતાં બન્ને દિકરીઓ ઘર છોડીને ગાંધીધામ શહેર ખાતે પહોચી ગઇ હતી. સમયસર સમગ્ર મામલો 181 ગાંધીધામ ટીમ સુધી પહોચી જતાં બંને કિશોરીઓને સલામત સખી વન સ્ટોપ સખી સેન્ટરમાં મોકલી માતા પિતાને જાણ કરવામાં આવેલ હતી.

                             ગત 25 તારીખે ગાંધીધામ રેલ્વે સ્ટેશન પર બે બાળાઓ મળી આવેલ હોવાની જાણ SHE ટીમના કોન્સ્ટેબલ જયેશભાઈ કનજરિયાએ 181 મહિલા હેલ્પ લાઈનમાં કરતાં ગાંધીધામ ટીમના કાઉન્સેલર નિરૂપા બારડ તેમજ વુમન કોન્સ્ટેબલ પિંકીબેન અને પાયલોટ ધનજીભાઈ પહોંચી ગયેલ હતા. તેમજ બંને દિકરીઓનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓ ગુજરાત બહારના રહેવાસી છે અને હાલમાં રાજકોટ રહે છે. બનેની ઉંમર 16 અને 17 વર્ષની છે. તેઓ તેમના  માતા પિતા સાથે રાજકોટ રહે છે, તેને સ્કુલમાં ભણતાં છોકરા સાથે મિત્રતા અને બંને જણા ફોનમાં કોલ મેસેજથી વાત કરતાં હોઈ જેની જાણ માતા પિતાને થતાં તેમને સ્કુલ જવાની ના કરી આગળ ભણવા માટે મહારાષ્ટ્ર જવા માટે  કહ્યું, મને આઇપીએસ અધિકારી બનવું છે. જ્યારે બીજી કિશોરીએ કહ્યું કે તેને વતન મહારાષ્ટ્રમાં એક યુવાન સાથે મિત્રતા હોઈ જેની જાણ પણ માતા પિતાને થતાં તેનું અભ્યાસ છોડાવી મામાના ઘરે રાજકોટ મોકલી દીધેલ હતી. અને જલદી લગ્ન કરવાં નક્કી કર્યું હોય બંનેએ સાથે મળી માતા પિતાની જાણ બહાર ઘર છોડીને નિકળી ગયેલ હતી. 181 ટીમ દ્વારા  બંનેની વાત સાંભળી તેમનાં માતા પિતાને જાણ કરી તેમજ તેઓ પહોંચે તે પહેલાં વન સ્ટોપ સખી સેન્ટરમાં ખાતે મોકલવામાં આવી હતી.