આબડાસા ખાતે આવેલ ડુમરામાં પુત્રવધુના ત્રાસ કારણે સસરાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

copy image
અબડાસા ખાતે આવેલ ડુમરા ગામે પુત્રવધુએ મિલકતમા ભાગ બાબતે સસરા સાથે અવારનવાર ઝઘડા કરી ત્રાસ આપવાના કારણે સસરાએ કંટાળીને આપઘાત કરી લીધો હતો.જેમાં પુત્રવધુ સામે મરવા માટે મજબૂર કરવાની કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે.
અબડાસા ખાતે આવેલ ડુમરામાં રહેતા રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુભા બાલુભા રાઠોડ દ્વારા કોઠારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નોધાવેલી અનુસાર ફરિયાદીના મોટાભાઈ વિક્રમસિંહના લગ્ન બનાસકાંઠાના શિહોરીના મોનબા ઉર્ફે કૈલાશબા ડો/ઓફ ભવાનસિંહ વાઘેલા સાથે 7 વર્ષ આગાઉ થયા હતા. લગ્ન બાદ એક માસ બરાબર ચાલ્યો બાદમાં આરોપી ભાભીએ ફરિયાદી તેમજ માતાપિતા સાથે જમીન અને પ્લોટમાં ભાગ આપવા બાબતે તેમજ નાની બહેન કુંવારી હોઇ તેના લગ્ન કરવા બાબતે ઝઘડો શરૂ કર્યો જેમાં સમાધાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વર્ષ 2019 માં ભાભી પિયરમાં ગયા બાદ સિહોરી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી તેમજ મોટાભાઈ વિક્રમસિંહ, નાનીબેન તેમજ માતાપિતા સામે માનસિક ત્રાસની ખોટી અરજી કરેલ હતી.
જે બાબતે પણ સામાજિક રીતે સમાધાન કરવામાં આવ્યું હતું ત્યારે લખાણ કરવામાં આવ્યું હતું જેમાં પિતાના અવસાન બાદ સંપતિમાં બંને ભાઈને મિલકતની સમાન ભાગે વહેંચણી કરવામાં આવશે તેવું જણાવાયું જે બાદ ફરિયાદીના ભાભી રહેવા આવ્યા ત્યાર બાદ થોડો સમય બરોબર રહ્યા બાદ ફરી ઝઘડો કર્યો હતો. પાંચ માસ પહેલા આરોપી મોનબાએ મહિલા પોલીસ સ્ટેશન ભુજ ખાતે અરજી આપી હતી જ્યારે મરણજનાર પિતાએ ભાભી વિરુદ્ધ કોઠારા પોલીસ મથકે અરજી આપી હતી જેમાં પોલીસે નિવેદન લીધા હતા. ગત 1 જૂનના ફરિયાદીના પિતા ઘરે હતા ત્યારે ભાભી આવ્યા અને મિલકત બાબતે ખૂબ મોટો ઝઘડો કર્યો હતો અને ધમકી આપી હતી ત્યાર બાદ રોજના ઝગડાઓથી કંટાળી દવા પી જઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ફરિયાદીના પિતાએ મારવાનું કારણ આપતા જણાવ્યુ હતું કે, ત્રાસ વધી ગયો છે હવે મિલકત બાબતે ચારિત્ર પર ધમકી આપી છે જે વાત સહન ન થતા દવા પી જીવ આપી દીધો