મુંદ્રા ખાતે આવેલ બરાયાની 2 કંપનીમાંથી 19.27 લાખના સામાનની તસ્કરી થતાં ચકચાર : પોલીસે ચોરી બાબતે 3 સખ્શોની કરી ધરપકડ

copy image
મુન્દ્રાના ખાતે આવેલ બરાયામાં 2 અલગ અલગ કંપનીઓમાંથી અજાણ્યા સખ્શોએ 19.27 લાખનો સામાન ચોરી ગયેલ હોવાની બાબત સામે આવી છે જે કેસમાં પોલીસે ભુજના 3 સખ્શોની ધરપકડ કરી છે. જ્યારે વધુ 7 ઇસમોના નામ સામે આવેલ છે.
બરાયા ખાતે આવેલ ઓરીઅન્ટ એડવાન્સ મટીરીયલ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટ હેડ ઓપરેશન તરીકે ફરજ બજાવતા ધર્મરાજ રમણીકલાલ વરુ દ્વારા પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હતી. નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગત તા 6 જુલાઈના સવારના અરસામાં તેમના એચઆર હેડે જાણ કરી હતી કે, નાઈટ શિફ્ટ દરમિયાન ઓપન સ્ટોરમાંથી ચોરી થઈ ગયેલ છે જેથી સ્ટોરમાં જઈને તપાસ કરતાં સામાન ઓછો જોવા મળેલ હતો ઓપન સ્ટોરની બાઉન્ડ્રી ઉપરની તારની ફેન્સીંગ કપાયેલી હાલતમાં જોવા મળી હતી અને બાઉન્ડ્રી બહાર દીવાલ નીચેના ભાગે પથ્થરો મુકેલા હતા જેથી ગણતરી કરતા જાણવા મળ્યું કે, ઓપન સ્ટોરમાંથી 9 સેકન્ડ ચેમ્બર લાઈનર પ્લેટ, 2 મીલ હેડ લાઈનર બોટમ પ્લેટ, 17 ડીપ કાસ્ટિંગ પ્લેટ અને 73 સાઈડ લાઈનર પ્લેટ મળી 18,66,120 ના સામાનની તસ્કરી થઇ હતી.
આ ઉપરાંત મૂળ ઉત્તર પ્રદેશના તેમજ હાલમાં નાના કપાયા ગામે રહેતા ઓમ પ્રકાશ લાલમણી યાદવ દ્વારા જાણવા મળ્યું કે, બરાયા ખાતે આવેલ કોટક એગ્રોપ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વેરહાઉસમાં કોઈ અજાણ્યા ઈસમોએ પ્રવેશ કરીને લોખંડના ફેબ્રિકેશનનો સામાન ચોરી કરે ગયેલ હતા. જેમાં લોખંડ કાપવાનું મશીન, વેલ્ડીંગ હોલ્ડરનો વાયર, ગેસ કટરનો સેટ, પાણી ખેંચવાની મોટર સહિત 61,000ના સામાનની તસ્કરી થઈ હતી.
બંને બનાવોમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને 3 ઈશમોને ઝડપી લીધા છે જેઓને પૂછપરછ કરતાં તેઓએ આ 2 ઉપરાંત અગાઉની 2 ચોરીની કબૂલાત આપતા 4 બનાવોનો ભેદ ઉકેલાયો છે.