નખત્રાણાની બજારમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી જતાં કાયમી બંદોબસ્ત કરવા નગરપાલિકામાં રજૂઆત
નખત્રાણાની બજાર અને જાહેર રસ્તાઓ રખડતા ઢોરના ઝઘડા અને સાંકળા માર્ગો રોકી બેસી જતાં રાહદારીઓ, વેપારીઓ અને વાહનોને ત્રાસ થતો હોવાથી કાયમી બંદોબસ્ત ગોઠવવા નખત્રાણા નગરપાલિકાના મુખ્ય અધિકારીને મંડળ પ્રમુખ હીરાલાલ સોની મહામંત્રી અરવિંદ રૈયાણ અને કો-ઓર્ડિનેટર હેમેન્દ્રભાઇ કંસારા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. કરવામાં આવેલ રજૂઆત અનુસાર અગાઉ નખત્રાણામાં સમયાંતરે બે વેપારીઓએ આખલાની હડફેટે આવી જતાં જીવ ગુમાવ્યા છે ઘણા વેપારીઓ અને આવતા જતા લોકોને ફ્રેકચર સહિતની ઈજાના ભોગ બન્યા છે. ઝઘડતા ઢોર દુકાનોમાં ઘુસી જવાના તથા નાના-મોટા વાહનોને હડફેટે લઇ નુકસાન કરી રહ્યા છે. તો આ બાબતે વહેલી તકે કોઈ નિર્ણય લઈ કામગીરી કરવા અરજી કરાઈ છે.