ભુજ ખાતે આવેલ ટાઉનહોલનું ભાડું ઘટાડવા તેમજ ઓપન એર સુધારણાની માંગ કરાઈ

ભૂજ ખાતે આવેલ  ટાઉનહોલના ભાડાં અંગે તેમજ ઓપન એર થિયેટરને ફરી ઉપયોગમાં લઇ શકાય તેવી વ્યવસ્થા કરવા અંગે સપ્તરંગ સંસ્થા દ્વારા સુધરાઇના મુખ્ય અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. ભુજના કલાકારો રાજ્યમાં આગવું સ્થાન ધરાવે છે, એટલું જ નહીં પણ ભુજની સંગીત સંસ્થાઓ તો ભારતભરના નામાંકિત ગાયક-વાદક કલાકારોને બોલાવીને સંગીતપ્રેમી / કલાપ્રેમી જનતાને મનોરંજન પૂરું પાડી  સાંસ્કૃતિક ધરોહરને આગળ વધારી  છે. સપ્તરંગ સંસ્થા દ્વારા પણ નિ:શુલ્ક રીતે સંગીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તમામ કલા પ્રસ્તુતિ માટે એકમાત્ર કલામંદિર ભુજનો ટાઉનહોલ છે, પરંતુ  છેલ્લા કેટલાય સમયથી ટાઉનહોલના વપરાશ માટે ધરખમ ભાડું રૂા. 11,000  વસૂલ કરવામાં છે.  ઉપરાંત ડિપોઝિટ પેટે રૂા. 24,000  જે અન્યાય છે. તેથી ઓપન એર થિયેટર પણ ઉપયોગમાં આવી શકે તેવું બનાવવા બાબતે માંગ ઉઠી હતી.