છ ટૂ વ્હીલર ચોરી નો ભેદ શોધી કાઢતી ભુજ એ ડિવિઝન પોલીસ
ભુજના એ-ડિવિઝન પોલીસની ટીમે કચ્છમાં અલગ અલગ જગ્યાએથી છ ટુ વ્હીલર તેમજ અન્ય બે વાહનચોરીના ગુનાના નાસતા આરોપીની ધરપકડ કરી ચોરીઓનો ભેદ ઉકેલ્યો છે. મળેલ માહિતી અનુસાર બાતમીના આધારે આરોપીને પકડી તેની પૂછપરછ કરતા તેણે ભુજના ચંગલેશ્વર મંદિર સામે ગુજરાત ઇકોલોજી ગાઇડ ઓફિસના પાર્કિંગમાંથી ટુ વ્હીલર એક્સેસની ચોરી કબૂલ કરી હતી. ત્યાર બાદ પોલીસે તેની વધુ પૂછપરછ કરતાં તેણે આ એક્સેસ ઉપરાંત ગાંધીધામ-આદિપુર વિસ્તારમાંથી પાંચ ટુ વ્હીલર ચોર્યાનો ગુનો પણ સિકાર કર્યો હતો. ઉપરાંત અન્ય બે વાહનચોરીમાં પણ ટીનો નાસતો ફરે છે. આરોપી પાસેથી પાંચ ટુ વ્હીલર કિં રૂા. 2,99,000 તેમજ બે મોબાઇલ કિં. રૂા. 10,000 એમ કુલે રૂા. 3,09,000નો મુદ્દામાલ કબ્જે કરી લેવામાં આવેલ છે. આરોપી અલગ અલગ વિસ્તારમાં ફરતો હતો અને કોઇ પણ ટુ વ્હીલર ચાલક ચાવી મૂકીને ગયો હોય કે ભૂલી ગયેલ હોય અને વાહનમાં લટકતી ચાવી તેને દેખાય તો તે અવસર જોઇ વાહન હંકારી ચોરી લેતો.