ભુજ ખાતે આવેલ સોનાપુરીમાથી પોલીસે 4 જુગાર પ્રેમીઓને ઝડપી પાડ્યા

copy image

ભુજના બી-ડિવિઝનના ઇન્ચાર્જ પી.આઇ. જયદીપસિંહ સરવૈયાને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સોનાપુરીમાં મામદ ઉર્ફે જાનકુડી હુસેન ડુમના મકાનના ખુલ્લા આંગણામાં તીનપત્તીનો જુગાર રમી રમાડી રહયો છે. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી મામદ ઉર્ફે જાનકુડી ઉપરાંત અલીમામદ રમજુ કુંભાર, વારીસ ઇમ્તિયાઝ મેમણ અને સોયબ ઓસમાણ મેમણને રોકડા રૂા. 10,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી  કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.