નાની ખાખર ખાતેથી ત્રણ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી કોડાય પોલીસ

copy image

કોડાય પોલીસ પેટ્રોલિંગમાં હતી  તે સમય દરમીયાન બાતમી મળી હતી કે, નાની ખાખરના જૂના સ્મશાનની સામે આવેલી બ્લોક ફેક્ટરીની લાઇટના અજવાળામાં ગંજીપાના વડે જુગાર રમાઇ રહ્યો છે. આથી પોલીસે બાતમી વાળી જગ્યાએ  દરોડો પાડી સુરેશ શંકરભાઇ પટ્ટણી, પ્રદીપ થાવર મોથારિયા, બટુકસિંહ તેજમાલસિંહ જાડેજાને   કુલ કી.10,600ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ સામે  જુગાર ધારા તળે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથધરી હતી.