ભચાઉ ખાતે આવેલ નાની ચીરઇની કંપનીમાંથી ત્રણ બાળશ્રમિકને મુક્ત કરાયા

copy image
ભચાઉ ખાતે આવેલ નાની ચીરઇમાં એક કંપનીમાંથી ત્રણ બાળશ્રમિકને મુક્ત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ હતા. નાની ચીરઇમાં આવેલી શિવમ ટીમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં આજે સવારે રેઈડ પાડવામાં આવેલ હતી. આ કંપનીમાં શ્રમ અધિકારી અને પોલીસે તપાસ કરતાં તેમાંથી ત્રણ બાળશ્રમિક મળી આવ્યા હતા. આ ત્રણેયને મુક્ત કરાવી તેમને ભુજના બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવ્યા હતા તથા કંપનીના માલિક મેહુલ મહેન્દ્ર જૈન વિરુદ્ધ શ્રમ અધિકારી એચ. એમ. પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.