ગાંધીધામ ખાતે આવેલ ખોડિયાર નગર પાસેથી તીનપત્તીનો જુગાર રમતા 5 સખ્શોને કુલ કી. 59000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

copy image
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમીયાન તેઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ખોડિયાર નગર પાસે જાહેરમાં અમુક ઈશમો ગંજી પના વડે તીનપત્તીનો રૂપિયાની હારજીતનો જુગર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ સખ્શોને કુલ કી. 59000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ :
- ગની જૂસબભાઈ મેમણ ઉ.વ.43 રહે ગાંધીધામ
- શંભૂભાઇ કાનભાઇ ગોગરા ઉ.વ.40 રહે અંજાર
- મોસીન હાસમ હાલેપોત્રા ઉ.વ.29 રહે ગાંધીધામ
- કારા રમજુ કાયા ઉ.વ. 36 રહે રોહર
- અલતાફ ગુલમામદ રાયમા ઉ.વ.24 રહે ગાંધીધામ