ભુજના માધાપરમાં 26 વર્ષીય યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભુજ ખાતે આવેલ માધાપર નવાવાસમાં રહેતી 26 વર્ષીય યુવતીએ ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મળેલ માહિતી અનુસાર માધાપરના નવાવાસમાં કેવલ હોમ્સમાં રહેતી 26 વર્ષીય વૃતિબેન દિનેશગીરી ગોસ્વામીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર યુવતીએ પોતાના જ ઘરે છતની સીડી ઉપર વાયર બાંધી ફાંસો ખાઈ લેતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરેલ હતી. આ બાબતે માધાપર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.