માંડવી ખાતે 21 વર્ષીય યુવાને ગળે ફાસો ખાઈ મોતને વ્હાલી કરી
copy image
માંડવી ખાતે આવેલ ગુંદીયાળીમાં શેખાઈ બાગ વાડી વિસ્તારમાં રહેનાર 21 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો હતો. મળેલ વિગતો અનુસાર શેખાઈ બાગ વાડી વિસ્તારમાં રહેતા વત્સલ રમેશભાઈ વ્યાસે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો. ઘરના સભ્યો બહાર બેઠા હતા એ દરમિયાન યુવકે પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું બારીમાંથી જણાયું હતું.ત્યારબાદ દરવાજો તોડી યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ જતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બાબતે માંડવી મરીન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.