નખત્રાણા ખાતે હાર-જીતનો જુગાર રમતી પાંચ મહિલાઓને ઝડપી પાડતી નખત્રાણા પોલીસ

copy image

 

નખત્રાણામાં જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતી પાંચ મહિલાને રોકડા રૂા. 5340 સાથે ઝડપી પાડવામાં આવેલ હતી. મળેલ માહિતી અનુસાર નખત્રાણા પોલીસે પૂર્વબાતમીના આધારે દરોડો પાડી નારણ મુસા કોલીના ઘર બહાર જાહેર જગ્યામાં જુગાર રમતા પાર્વતીબેન ભીખુભાઇ કોલી, ઝવેરબેન બાબુલાલ કોલી, હેમલતાબેન હિતેશ કોલી, જીવાબાઇ આરબ કોલી અને આઇશાબાઇ મુસા કોલી નામની મહિલાઓને ઝડપી હતી. દરોડા દરમીયાન કુલ રૂા. 5340 કબ્જે કરવામાં આવ્યા હતા. પોલીસે મહિલાઓ સામે જુગારધારા તળે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.