ખવડા નજીક કુરન ગામે આવેલ આર.ઇ પાર્કમાંથી  અદાણી ગ્રીન એનર્જી કંપનીના 1.80 લાખના બે ઇન્વર્ટરની તસ્કરી થતાં ફરિયાદ

ખાવડા નજીકના કુરન ગામે  આવેલ આર.ઇ. પાર્કમાં અદાણી કંપની દ્વારા લગાડેલ ઈન્વર્ટર પૈકી રૂા. 1.80 લાખના બે ઇન્વર્ટરની કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરાયા હોવાની ફરિયાદ ખાવડા પોલીસ મથકે નોંધવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર આર.ઇ. પાર્ક ખાતે સોલાર એનર્જી પાર્કમાં અદાણી ગ્રીન એનર્જી કંપનીની જમીનમાં ખુલ્લામાં લગાડવામાં આવેલ રૂા. 90 હજારની કિંમતના ટીબીઆ કંપનીના કુલ કી.1.80 લાખના બે ઇન્વર્ટરની કોઇ ઇસમો દ્વારા તસ્કરી કરાઇ હતી. આ બાબતે ફરિયાદ નોંધી ખાવડા પોલીસે વધુ  તપાસ હાથ ધરી છે.