માંડવી ખાતે આવેલ દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા દરમીયાન કુલ 23 લીટરના દેશી દારૂ સહિત 3 આરોપી ઝડપાયા
માંડવીમાં એક જગ્યાએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમજ બે અડ્ડા પર સ્થાનિક પોલીસે દરોડા પાડી ત્રણ ઈશમોને કુલ 23 લીટર દેશી દારૂ સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તેમજ મુખ્ય આરોપીની તપાસ ચાલુ છે.
દારૂના પોઇન્ટ દાદાવાડી, બાબાવાડી, ખારવા પંચાડો, બીચ, મચ્છીપીઠ, સ્વામી નારાયણ રોડ સહિતના વિસ્તારોમાં કોઈ પણ જાતની રોકટોક વગર ખુલ્લેઆમ દારુ મળી રહેતો હોવાથી એજ પોઈન્ટ અલગ અલગ જગ્યાએ દારૂના અડ્ડાઓ પર રેઇડ પાડવામાં આવી હતી. માંડવી બીચ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ 5 લીટર સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો, જયારે સ્થાનિક પોલિસ દાદાની ડેરી પાસે નવ લીટર સાથે એક સખ્શ, મચ્છીપીઠ વિસ્તારમાંથી નવ લીટર દેશી દારૂ ઝડપીને આરોપી સહિત ત્રણ સખશોની ધરપકડ કરવામાં આવી છે.