ભુજના સિનિયાડોના કારીગરે રાષ્ટ્રપતિ ભવનમાં કચ્છની માટી કલાના કામણ પાથરી કચ્છનું ગૌરવ વધાર્યું

copy image

ભુજ ખાતે આવેલ નાનકડા સિનિયાડો ગામના કારીગરે ચરિતાર્થે સંઘર્ષથી સફળતાને વરેલા આ કસબીની કલાએ તાજેતરમાં રાષ્ટ્રપતિ ભવનમાં કલાના કામણ પાથર્યા હતા. બન્નીના સિનિયાડો ગામના વતની માજીખાન મુતવા એક સમયે બેંક ના ATM પર સિક્યુરીટી ગાર્ડની ફરજ બજાવી રહ્યા હતા. નોકરી દરમિયાન એક કલાકાર તરફથી પ્રેરણા મળતા કલા કારીગરીમાં રસ જાગ્યો. તેમણે કલાને રોજગારીના વિકલ્પ તરીકે પસંદ કરી. શરૂઆતમાં ઘણો સંઘર્ષ કર્યો, નિષ્ફળતા પણ મળી છતાં હિમ્મત હાર્યા વગર મજબૂત મનોબળથી મહેનત ચાલુ રાખી. દરમિયાન મડ વર્કના કારીગર તરીકે અનેક લોકોના સંપર્કમાં આવવાનું થયું, અને ધીરે ધીરે કામ મળતું થયું. એમેઝોન જેવા પ્લેટફોર્મ તરફથી  પણ સારો સહયોગ મળ્યો. ગુગલની નેશનલ મીટ માટે તેમને આમંત્રણ મળ્યું.

હાલમાં કારીગર ક્લિનિક સાથે જોડાયા ત્યારે પણ તેમણે પોતાની આવડત દ્વારા ગોલ્ડ એવોર્ડ જીતેલો. એવૉર્ડ સ્વીકારતી વખતે તેમણે મનમાં નિશ્ચય કર્યો હતો કે ટૂંક સમયમાં તેઓ જ મોટી ડીલ કરશે. મડવર્કનું કામ વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું સપનું જોતા આ કલાકારને થોડાક દિવસ પૂર્વે જ રાષ્ટ્રપતિ ભવનમાં નિર્માણાધિન નવી ગેલેરીમાં કામ કરવા આમંત્રણ મળ્યું . તેમની ટીમના અમુક કારીગરો સાથે દિલ્હી પહોંચીને એક અઠવાડિયા સુધી રાષ્ટ્રપતિ ભવનમાં તેમની કલાનું મહત્વ વધાર્યું હતું. તેઓ સમગ્ર ટીમ સાથે પાછા ફરી રહ્યા છે ત્યારે કચ્છનો સમગ્ર કારીગર સમુદાય તેમના માટે ગર્વ લઇ રહ્યો છે.

એ શોભાયમાન બાબત છે કે કચ્છના એક અંતરિયાળ ગામડાનો કારીગરે  દરેક પ્રકારની સુવિધાના અભાવને પોતાની તાકાત બાવી અને મજબૂત મનોબળ સાથે કેવી રીતે આગળ વધી શકાય તે શબીત કર્યું છે.