આખરે અંજાર પાલિકા જાગી : શાળાઓ પાસે સફાઇ કરી ડીડીટી દવાનો છંટકાવ કરવામાં આવ્યો

copy image
બિપોરજોય વાવાઝોડા સમયે સલામતી માટે અંજાર ખાતે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નિવાસી શાળા અને સામે જ આવેલી શાળા નંબર-16 માં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામા આવેલ હતું , ત્યારબાદ ફરી તા.30 જુનના વરસેલા 17 ઇંચ વરસાદને કારણે પાણીનો યોગ્ય નિકાલ ન થયો હોવાથી ફરી આ બન્ને શાળાઓમાં પાણી ભરવો થઈ ગયેલ હતો અને વર્ગ ખંડ સુધી પાણી પહોંચ્યા હતા. શિક્ષકોએ જાતે સફાઇ કરી માંડ બેસવા જેવી વ્યવસ્થા કરી તો પાણી ઉતર્યા ત્યાં કિચડનું સામ્રાજ્ય બન્યું હતું.
તકલીફો વચ્ચે ફરી એક વખત અંજારમાં વરસાદ થતાં તેમજ વરસાદની આગાહી હોતાં કસ્તુરબા ગાંધી નિવાસી શાળાની 50 છાત્રાઓને ઘરે મોકલાવી શિક્ષણ કાર્ય કોરોના કાળની જેમ ઓનલાઇન કરવામાં આવેલ હતું. આજે આ બન્ને શાળા વચ્ચે પાલીકા દ્વારા સફાઇ કરી ડીડીટી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો જે સરાહનિય કામગીરી છે પરંતુ કાયમી ઉકેલ માટે અહીં બોક્ષ કેનાલ બને તે આવશયક હોવાનું આ વિસ્તારના લોકો અને વાલીઓ દ્વારા જાણવા મળ્યું હતું.