બે મોટરસાઇકલ ચોરી થવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાઇ

અંજારમાં આવેલ  દબડા વિસ્તારમાંથી બ્લેક/સિલ્વર કલરની યામાહા મોટરસાઇકલ કિંમત રૂપિયા 30,000 તેમજ મેઘપર કુંભારડી વિસ્તારમાંથી બ્લેક/રેડ પ્લસર મોટરસાઇકલ કિંમત રૂપિયા 75,000 એમ કુલ બે મોટરસાઇકલ ચોરી થઈ હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવાઇ છે .

નોંધાવેલી ફરિયાદમાં અનુસાર ગત તારીખ 21/7/2023 ના રોજ રાત્રે 8:00 વાગે ફરિયાદીએ પોતાની વાડીના રૂમમાં બ્લેક/ સિલ્વર કલરની યામાહા મોટરસાઇકલ જેના રજીસ્ટર નંબર GJ.12.DR.6865 રાખીને પોતાના ઘરે ચાલ્યા ગયા હતા, ત્યારબાદ ફરિયાદીને મોટરસાયકલની જરૂર લાગતા તારીખ 24/7/ 2023 ના રોજ મોટરસાઇકલ રાખેલ વાળી જગ્યાએ જઈને જોતા રૂમનો દરવાજો ખુલ્લો હતો અને મોટરસાઇકલ ગાયબ હતી.  ફરિયાદીના  જણાવ્યા અનુસાર  સૌપ્રથમ તેઓ સગા સંબંધી તથા આજુબાજુ મોટરસાઇકલની તપાસ કરતા હતા પરંતુ મળી આવેલ ન હોવાથી  આજ રોજ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

તેમજ અંજારના મેઘપર કુંભાડી વિસ્તારમાં રહેતા મનસુખ.વજાભાઈ બ્રાહ્મણ દ્વારા  નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તારીખ 14/7/2023 ના રાત્રિના ઘરની બહાર બ્લેક/રેડ પટ્ટાવાળી પ્લસર મોટરસાઇકલ જેના રજીસ્ટર નંબર GJ.EM.9783પાર્ક કરી સુઈ ગયા હતા. ત્યારબાદ સવારના 8:00 વાગે ઊઠીને જોયું તો પલ્સર મોટરસાઇકલ પોતાની જગ્યા પર હાજર ન હતી. ફરિયાદીએ પ્રથમ થોડા દિવસ સગા સંબંધી તથા આજુબાજુમાં વિસ્તારમાં પૂછપરછ કરી, પરંતુ ક્યાંય મોટરસાઇકલ ન મળતા . આખરે આજરોજ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને ફરિયાદોને ગંભીરતાથી ધ્યાનમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.