માંડવીની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં આરોગ્ય સેવા અંગે  સુધારા – વધારા માટે 33 લાખના સાધનો મંગાવવામાં આવશે

copy image

હાલમાં માંડવીની સબ ડિસ્ટ્રીક હોસ્પિટલમાં આરોગ્ય સેવા અંગે  સુધારા – વધારા માટે રાજ્ય સરકાર તરફથી અધિક નિયામક ડો. ગિરીશ પરમારે મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરતા વિવિધ સૂચનો આપ્યા હતા. જેમાં ખાસ કરીને હોસ્પિટલમાં ખૂટતા તબીબી સાધનો, બાંધકામ, પાણી તથા ગટર વ્યવસ્થા જેવી બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.

તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાશપતિ પાસવાન દ્વારા મળતી માહિતી અનુસાર ગેટકો કંપનીના સી. એસ. આર. પ્રોજેક્ટ અંતર્ગત 33 લાખના આરોગ્યલક્ષી સાધનો મંગાવી આપવાની દરખાસ્ત તૈયાર કરીને મોકલી આપવામાં આવેલ છે. મુલાકાત દરમ્યાન ડો. કે. કે. રોય, ડો. કે. જી. વૈષ્ણવ, પી. આઈ. યુ. વિભાગના અરવિંદસિંહ જાડેજા વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.