ચેક પરત થતાં અંજાર કોર્ટે આરોપીને 1 વર્ષની સજા ફટકારી

copy image

અંજાર તાલુકાના જરૂ ગામના રહેવાસી આમજી ભુરા રબારી નામક વ્યક્તિએ વિનોદ ચંદુ સોલંકી વડોદરાના  રહેવાસીને 2021 માં ઓળખાણ અને સારા સબંધના નાતે લખાણ કરી રૂ.12,00,000 હાથ ઉછીના એક મહીનાની મુદ્દત માટે આપેલ હતા અને તેના બદલામાં આરોપીએ એચ.ડી.એફ.સી. બેંક – આમરોલી, સુરત શાખાનો ચેક આપેલ હતો.

મુદ્દત પૂરી થતાં ફરિયાદીએ ઉછીની રકમ પરત માંગવા છતા આરોપીએ રકમ પરત ન કરતાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. આરોપી સામે કેસ ચાલી જતા અંજારના જયુડિશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ એસ.ડી.ત્રિપાઠીએ બન્ને પક્ષોને સાંભળી ફરિયાદ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી બે માસ અંતર્ગત  રકમ રૂા. 12 લાખ વળતર તરીકે રકમ ચુકવવાનો હુકમ કરેલ હતો.