ગઢશીશાના વથાણચોકમાં આવેલ મોગલ જવેલર્સ નામની દુકાનમાંથી 1.80 લાખના દાગીનાની તસ્કરી

copy image

ગઢશીશામાં આવેલી મોગલ જવેલર્સ નામની દુકાનમાથી અમુક ઇસમોએ દુકાનના પતરા ખોલી કુલ રૂપિયા 1.80 લાખની કિમતના દાગીના તેમજ કેમેરાના ડીવીઆરની તસ્કરી કરેલ છે. જેની ફરિયાદ  વિપુલ ભગવાનજી સોનીએ ગઢશીશા પોલીસ મથકે નોધાવેલી છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત શનિવારે રાત્રે તેમની મોગલ જવેલર્સ નામની દુકાનમાં તસ્કરો ઘૂસ્યા હતા.

                ગઢશીશા ગામના વથાણ ચોકમાં આવેલી દુકાનના પતરા ખોલી અંદર પ્રવેશેલા ચોર ઈસમો રૂપિયા 1.80 લાખની કિમતની સોનાની ચૂડી,ચાંદીની બંગડીઓ,ચાંદીના કંદોરા, ચાંદીની વીંટીઓ,ચાંદીના થાળી- વાટકો,ચાંદીના છતર અને ચાંદીની કેડી સહિતનો મુદ્દામાલની ચોરી કરી ગયેલ  હતા.ચોરી કરવા આવેલા સખશો દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરાનું રૂપિયા 5 હજારની કિમતનું ડીવીઆર પણ ઉઠાવી ગયેલ હતા. તેમજ દુકાનમાં આવેલી 2 જેટલી મોટી તીજોરીને પણ તોડવાની કોશિશ કરેલી હતી.પરંતુ તેમાં સફળ ન થયા. સદભાગ્યે તિજોરી ન તૂટતા સોના ચાંદીના દાગીનાનો મોટો જથ્થો સુરક્ષિત હતો. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.