મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20% વસૂલીને નિયમબદ્ધ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત, જિલ્લા કલેકટર કક્ષાએ આવા કબજાઓને નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે