નખત્રાણા ખાતે આવેલ મુંધવાય સીમ વિસ્તારમાં શિકાર મામલે ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

copy image

લખપત તાલુકાના મુંધવાય તેમજ કોરિયાણીના  સીમ વિસ્તારમાં  શિકાર કરતા ઝડપાયેલ એક શખ્સને વન વિભાગ દ્વારા કોર્ટમાં રજૂ કરતા સોમવાર સુંધીના રિમાન્ડ મળેલ. તેમજ આ બનાવમાં ઝપાઝપી કર્યા બાદ નાસી છૂટેલા ત્રણ લોકોને ઝડપી પાડવા પણ કવાયત હાથ ધરવામાં આવી છે.તેમજ આ બનાવને લઈને વન વિભાગ દ્વારા ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નારાયણ સરોવર પોલીસ મથકે નોંધવામાં આવેલ છે.

લખપત તાલુકાના સીમ વિસ્તારમાં ગત શુક્રવારના બપોરના અરસામાં બનેલ સસલાના શિકારના બનાવમાં વન વિભાગ દ્વારા એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો. તેમજ અન્ય ત્રણ લોકો નાસી છૂટ્યા હતા.તો બીજી તરફ આ ગેરકાયદેસર શિકાર પ્રવૃત્તિ દરમિયાન વન કર્મચારી તેમજ શિકારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા.

જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ બનાવમાં ઝડપાયેલા કોરીયાણી ગામના રહેવાસી રમધાન ઈસ્માઈલ ભડાલાને પાંચ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરેલ હતા. તેમજ નાસી છૂટેલા મુસા ઈબ્રાહીમ ભડાલા, હારુન ઉંમર ભડાલા અને ઈશાક ઉંમર ભડાલા વિરુદ્ધ નારાયણ સરોવર પોલીસ મથકમાં વન વિભાગના દિલીપ જોશી દ્વારા ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવેલ છે.