ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ ફૂટપાથ ઉપર દબાણો હટાવા છતાં પુન: દબાણોવાળી સ્થિતિ યથાવત
copy image
ભુજમાં આવેલ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલથી જિલ્લા પંચાયત સુધીના ફૂટપાથ છેલ્લા સાત માસ દરમિયાન ઉપર તંબૂ તાણીને તૈયાર વસ્ત્રોની દબાણવાળી દુકાનો ચારેક વખત ખસેડવામાં આવેલ છે જે પુન: ગોઠવાઈ ગઈ છે. શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરીમાં વ્હાલા દવલાની નીતિ ચાલતી હોય છે. અધૂરામાં પૂરું દબાણ ખસેડ્યા બાદ ફરીથી ગોઠવાઈ જવાની નીતિ પણ વગર ઠરાવે અમલમાં મૂકાઈ જતી હોય છે. જેનો પુરાવો ઓલ્ફ્રેડ હાઈસ્કૂલથી જિલ્લા પંચાયત સુધીના ફૂટપાથ ઉપરના દબાણો છે. હાલમાં તૈયાર વસ્ત્રો વેચતી તંબૂ દુકાનો ખસેડાઈ અને ફરી ગોઠવાઈ ગઈ છે. તેમ છતાં ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ પાસે દબાણો હટાવવામાં નગરસેવકોની દખલગીરીની ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ, ફરિયાદમાં સ્ટેશન રોડ ઉપર એસબીઆઇ બેંકના દરવાજા પાસે ટ્રાફિકને નડતર રૂપ કેબિનો હટાવવામાં કઈ કામગીરી થાય છે તેનો ઉલ્લેખ કરાયો ન હતો. જોકે, સ્ટેશન રોડ ઉપર એસબીઆઇ બેંકના દરવાજા પાસે શટરવાળી પાકી કેબિનોના દબાણો ખસેડવા ત્રણેક દિવસ અગાઉ નોટિસ આપવામાં આવેલ હતી જે ખસેડવાની કાર્યવાહી સોમવારે થવાની હતી. જે થશે કે નહીં તે ચર્ચાનો વિષય છે.