અંજાર શહેરમાં મોટરસાઇકલની ચોરીનો સિલસિલો હજુ પણ યથાવત; ત્રણ દિવસમાં ત્રીજી બાઇકની તસ્કરી

copy image
અંજાર શહેરમાં વધુ એક વખત મોટરસાઇકલ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ અંજાર ખાતે આવેલ મેઘપર કુંભારડી વિસ્તારના કાવેરી કોટેજમાં રહેતા અને આદિપુરમાં નાસ્તાની લારી ચલાવતા કાર્તિકભાઈ વલ્લભરાવ ગુણતી દ્વારા નોધાવવામાં આવેલ છે. નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તારીખ 24/7/2023ના રોજ રાબેતા મુજબ રાત્રિના ફરિયાદી પોતાનું કામ પૂર્ણ પોતાના ઘરે આવી રાત્રિના સાડા ત્રણ વાગ્યાના અરસામાં હીરો હોન્ડા કંપનીની બ્લેક કલરની મોટરસાઇકલ ઘરની બહાર પાર્ક કરેલ હતી. સવારના છ વાગ્યાના અરસામાં બહાર આવીને જોયું તો ફરિયાદીની 40,000ની કિંમતની મોટરસાઇકલ હાજર મળેલ ન હતી. ફરિયાદીએ પોતાની રીતે આજુબાજુ તથા મિત્ર સર્કલમાં તપાસ કરવા છતાં પણ મોટરસાઇકલ ન મળતા ફરિયાદીએ તે જ દિવસે e-FIR નોંધાવેલ હતી. ઇ.એફ.આઇ.આર દરમ્યાન પ્રાથમિક તપાસમાં મોટર સાઇકલ વિશે પતો ન લાગતા આજરોજ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. અંજાર પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ઇ.પી.કો કલમ 379 મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.