અંબાજી મંદિરનાં શક્તિદ્વાર સામેથી એક શખ્શે કરી બાઇકની ચોરી : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

યાત્રાધામ અંબાજી ખાતે પૂર્વે પણ ઘણી બધી બાઈક ચોરીની ઘટનાઓ બનેલ છે. તો તેના સીસીટીવી પણ સામે આવતા રહ્યા છે. પણ હજી સુધી આ બાઈક ચોરો બેફામ બની બાઇક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જેને લઈને અંબાજી ગ્રામજનોમાં પોતાની બાઈકને લઈને ભયનો માહોલ જોવા મળ્યો છે. તેમજ સાથે સાથે ગ્રામજનો અંબાજી પોલીસને બાઈક ચોરો પર કડક એક્શન લેવાની વાતો કહી રહ્યા છે. જેથી બાઇક ચોરીની ઘટનાઓને રોકી શકાય અને અપરાધીઓમાં પોલીસનો ડર જળવાઈ રહે.
યાત્રાધામ અંબાજીમાં બાઇક ચોરીની ઘટનાઓ પર વિરામ લાગે તેવું કઈ દેખાતું નથી. અંબાજીમાં બાઇક ચોરીની વધુ એક ઘટના સામે આવેલ છે. અંબાજી મંદિરના શક્તિદ્વાર સામેથી ચોર બાઈક લઈ રફૂચક્કર થયેલ હતો. તમામ ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલ છે. અંબાજી મંદિરના શક્તિદ્વાર આગળ હાઇવે માર્ગ પર રાખેલી બાઇકને ચોર મોઢે રૂમાલ બાંધી ત્યાંથી લઈ જતો સીસીટીવીમાં કેદ થયેલ છે. પરીણામે લોકોમાં ભયનો માહોલ છવાઈ રહ્યો છે.