મુન્દ્રા મરિન પોલીસ મથકેથી પોલીસની નજર ચુકાવી દુષ્કર્મનો આરોપી થયો ફરાર છતાં પોલીસે આરોપીને ઝડપી લીધો

copy image
મુન્દ્રા ખાતે આવેલ કોસ્ટલ પોલીસ મથકના લોકઅપમાં બંદ દુષ્કર્મનો આરોપી કુદરતી હાજતે જવાનું બહાનું કરી છુ મંતર થઇ જતાં સમગ્ર તાલુકાની પોલીસ દોડતી થઇ હતી બાદમાં પોલીસે તેને બરાયા પાસેથી ઝડપી પાડ્યો હતો. ગત તા. 30/7 ના રાત્રે 9.10 વાગ્યે આ બનાવ બન્યો હતો. જેમાં મંગરાની પરણિતાને ફરવાને બહાને જુદા જુદા સ્થળે લઇ જઈ દુષ્કર્મ કરનાર આરોપી હાજતે જવાના બહાને બહાર આવી હાજર પોલીસકર્મીઓની નજર ચુકાવી અંધારામાં નાશી છૂટ્યો હતો.આરોપી વિરુદ્ધ 376 સમેત વિવિધ ચાર કલમો તળે ગુનો નોંધાતા તેની 28/7 ના રોજ અટકાયત કરી રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજુ કરવામાં હતો.જેના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર થયા હતા. પરંતુ તે પોલીસને પલાયન થતાં તેને દબોચી લેવા વ્યાયામ કરવામાં આવતા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ગત સોમવારે સાંજે બરાયાની સીમમાં ઝાડીમાં છૂપાયેલી હાલતમાં શોધી કાઢવામાં આવ્યો હતો.