કચ્છના એસપી ડૉ.કરણરાજ વાઘેલાને વિદાય : બિપરજોય દરમીયાન કરેલ ઝીરો કેઝ્યુલીટીની કામગીરી સદા સ્મરણ રહેશે

copy image

પશ્ચિમ કચ્છના ઇન્ચાર્ચ એસપી ડૉ.કરણરાજ વાઘેલાને વલસાડ એસપી તરીકે નિયુક્ત કરવામાં આવતા ગત દિવસે વિદાય સમયે ટૂંકા કાર્યકાળને યાદગાર ગણાવ્યો હતો. બે મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન કચ્છ પર આવેલી બિપરજોય વાવાઝોડાની આફત દરમિયાન પોલીસે કરેલી ઝીરો કેઝ્યુલીટીની સફળ કામગીરી નોધપાત્ર હોવાનું ખાસ જણાવવામાં આવ્યું હતું.

સામાજિક,રાજકીય આગેવાનો અને તંત્ર સાથે આફતની વેળાએ કરેલી કામગીરી હંમેશા યાદ રહેશે તેવું ડૉ.વાઘેલા દ્વારા  જાણવા મળ્યું હતું. ઉપરાંત, ભુજમાં ઘુસી ગયેલા હનીટ્રેપના દૂષણને દૂર કરવાં પણ પોલીસે જે કામગીરી કરી છે.તેના કારણે લોકો આવા દુષણથી દુર રહેશે. તેમજ ડ્રગ્સની હેરાફેરી કરતા શખ્સોને ઝડપી લઇ કચ્છમાં વધતો વેપલો અટકાવવામાં પોલીસે સફળતા પ્રાપ્ત કરી છે.