ભચાઉ – અંજાર તરફ આવતો રેલવે ફાટક ધારાસઈ થઈ જતાં કિલોમીટર સુધી ટ્રાફિકજામ; 45 મિનિટ બાદ તંત્રે ટ્રાફિક દૂર કરાવતા લોકોમાં રાહત
ભચાઉથી અંજાર તરફ આવતા અંજાર નઝીક આવેલ ફાટક ક્ષતિગ્રસ્ત થવાના કારણે બે કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા હતા. એબ્યુલન્સ સહિતના વાહનો ટ્રાફિકમાં અટવાતા લોકો રોષે ભરાયા હતા. વાહનોની લાંબી લાઈનોના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેને નિવારવા 45 મિનિટ સુધી સ્થળ પર કોઇ ન પહોંચતાં અનેક વાહનચાલકોની પરેશાની અનુભવાઈ હતી.
આ ઘટના બાબતે મળતી માહિતી અનુસાર બપોરના અરસામાં અચાનક ફાટક ધરાસાઈ થઈ ગયેલ હતું. આ સમસ્યાના કારણે ભચાઉથી અંજાર આવતા અને અંજારથી ભચાઉ આવતા સેંકડો વાહનોના થપ્પા લાગ્યા હતા. 45 મિનિટ સુધી ટ્રાફિકજામ રહેતા લોકોમાં પરેશાની નો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકોઆ ભાડે વાહનો કરવા છતા દૂર જ ઉતરી જઇને ઘર સુધી ચાલીને પહોંચ્યા હતા. 45 મિનિટ બાદ તંત્ર દ્વારા ટ્રાફિક દૂર કરાવીને વાહનોની અવર જવર શરૂ કરવવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.