માંડવીમાં દારૂ પી કનડગત કરતા પિતા પાસેથી બે બાળકોને મુકત કરાવી આશ્રય સ્થાને મોકલવામાં આવ્યા
જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ચાઇલ્ડ હેલ્પ લાઇન દ્વારા મળેલ ફરિયાદને આધારે માંડવી ખાતે દારૂ પી બાળકોને કનડગત કરતા પિતા પાસેથી મુક્ત કરવવામાં આવ્યા છે. મળેલ માહિતી અનુસાર પિતા દ્વારા દારૂ પીને કનડગત કરવામાં આવતા બાળક વિષે જાગૃત નાગરીક દ્વારા ચાઇલ્ડ હેલ્પલાઇન ઉપર ફરિયાદ નોંધાવેલી હતી. જે અંતર્ગત જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી દ્વારા પ્રાથમિક તપાસ કરી બે બાળકોને રેસ્કયુ કરી એક બાળકને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભુજ અને એક બાળકીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે આશ્રય આપવામાં આવેલ છે.