નાની ચીરઇ ખાતેથી ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને મુક્ત કરી આશ્રય આપવામાં આવ્યો
copy image
શ્રમ આયુકતની કચેરી સાથે સંકલન કરી જિલ્લા કક્ષાની ટાસ્કફોર્સ સમિતિના સભ્યોમાં સરકારી શ્રમ અઘિકારી એચ.એમ.પટેલ, કારખાના નિરીક્ષક અભિજીતસિંહ ઝાલા, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી વિ.બી.ડોરિયા, ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી કે.કે.ચૌઘરી અને એ.યુ.માલી દ્વારા ભચાઉ ખાતે આવેલ નાની ચીરઇમાં આવેલ શીવમ ટીન ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડવામાં આવેલ હતો. જ્યાં ફેકટરીમાં કામ કરતા ત્રણ બાળકોને ટીમ દ્વારા રેસ્કયુ કરવામાં આવેલ હતા.ત્રણેય બાળકોમાંથી બે બાળકો સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, ભુજ અને એક બાળકીને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે આશ્રય આપવામાં આવ્યો છે. ઉપરાંત પોલીસે આરોપી શીવમ ટીન ઇન્ડસ્ટ્રીઝના માલીક સામે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.